ગુજરાતી સાહિત્યના વારસાનું ડિજિટલ સંવર્ધન
પુસ્તકો
ઑડિઓબુક્સ
સામયિકો
'એકત્ર' વર્ષ ૨૦૧૦થી ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા અને તેને વૈશ્વિક સ્તરે સુલભ બનાવવા અવિરત કાર્યરત છે. એકત્રનો ભાવનામંત્ર છે: "ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકવર્ગ સુધી પહોંચાડવી." ટેક્નોલોજીના સમન્વય દ્વારા એકત્ર અલભ્ય સાહિત્ય અને સામયિકોનું ડિજિટાઇઝેશન કરે છે. વર્ષ ૨૦૧૩થી સર્વકાલીન ઉત્તમ કૃતિઓ ધરાવતું સામયિક 'સંચયન' એકત્ર દ્વારા પ્રગટ થાય છે. ગુજરાતી ભાષાના અમુલ્ય વારસામાંથી વિવિધ સંપાદકો દ્વારા ચૂંટેલાં શ્રેષ્ઠ કૃતિસંપાદનો, હૃદયસ્પર્શી ઑડિઓબુક્સ અને વિશ્વસાહિત્યને આવરી લેતા માહિતીસભર પૉડકાસ્ટ આપ એકત્ર પર માણી શકો છો. સાહિત્યપ્રસારની આ અવિરત યાત્રા અહીં ચાલુ જ છે.
નવી ઇ-બુક્સ
વધુ જુઓલોકપ્રિય વિભાગો
લોકપ્રિય લેખકો
નવી ઑડિઓબુક્સ
બધી ઑડિઓબુક્સડીકન્સ્ટ્રક્શન : વિઘટન: ગુન્કેલની દૃષ્ટિએ અર્થ અને સત્ય
'સંચયન'નો નવો અંક
બધા અંક જુઓસંચયન - 70
અંક - ૭૦: જૂન, ૨૦૨૬
સંપૂર્ણપણે નિઃશુલ્ક
ગુજરાતી સાહિત્યના રસિકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓ માટે તદ્દન નિઃશુલ્ક ડિજિટલ લાઇબ્રેરી. અહીં ઉત્તમ પુસ્તકો, ઑડિઓબુક્સ અને વિશ્વના ઉત્તમ પુસ્તકોના ઑડિઓસારાંશ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ગુજરાતી ભાષા-સાહિત્યનો સર્વાંગી સંગ્રહ
ગુજરાતી સાહિત્યના મધ્યકાળથી લઈને અર્વાચીન સમયના ઉત્તમ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. એકત્ર પર તમને મળશે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યસંગ્રહો, નિબંધો, સાહિત્યિક વિવેચનો, સામયિકો, દુર્લભ પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનો અનન્ય ખજાનો, એક જ ક્લિક પર.
ગુણવત્તાસભર ડિજિટાઇઝેશન અને સુવાચ્ય ઇ-પુસ્તકો
અહીં દરેક પુસ્તકનું અત્યાધુનિક ટેકનૉલોજિની મદદથી સ્કેનિંગ અને OCR કરવામાં આવ્યું છે, અને તેને સર્ચેબલ યુનિકોડ ટેક્સ્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. પરિણામે, પુસ્તકમાંથી જોઈતી માહિતી સરળતાથી શોધી શકાય છે.
આજના વાંચકો માટેનું પ્લેટફોર્મ
આજની આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ. તમે પોતાના ઘરે હોવ કે પ્રવાસમાં, દુનિયાના કોઈ પણ છેડેથી, તમારા મોબાઇલ, કમ્પ્યુટર કે ટેબ્લેટ પર એકત્રના તમામ પુસ્તકો વાંચી શકો છો અને ઑડિઓબુક્સ સાંભળી શકો છો.
મેઇલિંગ લિસ્ટમાં જોડાવો
એકત્રના નવા પ્રકાશનોની માહિતી મેળવો.
સૂચન મોકલો
ઇ-મેઇલ દ્વારા આપના સૂચનો મોકલો.
સહયોગી બનો
એકત્રના ડિજિટાઇઝેશન પ્રકલ્પમાં જોડાઓ
દાતા બનો
એકત્રની પ્રવૃત્તિમાં ભાગીદાર બનો.