'એકત્ર ફાઉન્ડેશન' એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને જ્ઞાનના જતન માટે સમર્પિત એક બિન-નફાકારક સંસ્થા છે. આજના ડિજિટલ યુગમાં, જ્યારે જૂનાં પુસ્તકો દુર્લભ થતાં જાય છે, પુસ્તકો વાંચવાનો સમય ઓછો થતો જાય છે, ત્યારે અમે ટેકનોલોજીના માધ્યમથી તેને ડિજિટાઇઝ કરી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને ગુજરાતી સાહિત્યના અમૂલ્ય વારસાને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરીએ છીએ.
અમારું લક્ષ્ય
ગુજરાતી સાહિત્યનું ડિજિટાઇઝેશન દ્વારા જતન કરવું અને આધુનિક માધ્યમો દ્વારા તેના વાચકવર્ગ તથા શ્રોતાગણમાં વૈશ્વિક સ્તરે વધારો કરવો.
- ગુજરાતી સાહિત્યની વિલુપ્ત થતી જતી કૃતિઓને ડિજિટલ સ્વરૂપે સાચવવી.
- ગુજરાતીનાં ઉત્તમ પુસ્તકોને ઓનલાઇન લાવવા.
- વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકો અને જ્ઞાનનો નિચોડ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવો.
- યુવા પેઢીને માતૃભાષામાં વાંચવા પ્રેરિત કરવી.
- ઓપન-એક્સેસ ડિજિટલ લાયબ્રેરીનું નિર્માણ કરવું.
- સર્વસુલભતા: સાહિત્ય અને જ્ઞાન દરેક માટે મફત હોવું જોઈએ.
- પ્રામાણિકતા: મૂળ ભાવ જાળવી ડિજિટલ સ્વરૂપ આપવું.
- નવીનતા: AI અને ટેકનોલોજીનો ઉપયોગ.
- સમર્પણભાવ: નફા વગર સેવા.
અત્યાર સુધીની સફર
એકત્ર ફાઉન્ડેશનની સફર ગુજરાતી ભાષાને ડિજિટલ વિશ્વમાં જીવંત રાખવાના એક નાના સંકલ્પથી શરૂ થઈ હતી, જે આજે એક મોટી ચળવળમાં પરિવર્તિત થઈ છે.
૨૦૧૦ :
નવી વેબસાઈટનો પ્રારંભ, જેથી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ઈ-બુક્સ દ્વારા ઓનલાઈન વાંચી શકે.
સાહિત્ય સંગ્રહ :
હજારો પાનાઓનું ડિજિટાઇઝેશન કરી દુર્લભ પુસ્તકોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવ્યા.
એકત્ર જ્ઞાનગોષ્ઠિ :
વિશ્વના શ્રેષ્ઠ નોન-ફિક્શન અને ક્લાસિક પુસ્તકોની AI-આધારિત ઓડિયો સમરી પ્રોજેક્ટ લોન્ચ કર્યો.
સમુદાય નિર્માણ :
લેખકો, વાચકો અને જ્ઞાનપ્રેમીઓનો એક મોટો ડિજિટલ પરિવાર તૈયાર કર્યો.
કોર ટીમ અને યોગદાનકર્તાઓ
અમારી ટીમમાં અનુભવી સંપાદકો, ટેકનોલોજી નિષ્ણાતો અને સાહિત્યપ્રેમી સ્વયંસેવકોનો સમાવેશ થાય છે જેઓ દિવસ-રાત ભાષાના જતન માટે કાર્યરત છે.
સહભાગી બનો
'એકત્ર' એ માત્ર એક સંસ્થા નથી, પણ ગુજરાતી ભાષા અને સાહિત્યનાં પ્રસાર માટેની એક ચળવળ છે. અમે હંમેશા નવા વિચારો અને ઉત્સાહી સ્વયંસેવકોને આવકારીએ છીએ જેઓ સાહિત્ય અને ટેકનોલોજીમાં રસ ધરાવતા હોય.
Ekatra Foundation is a not for profit organization exempt under section 501(c)(3).
It's Federal ID is 46-2153818. Charity Status: 509(a)(1) & 170(b)(1)(A)(vi).
Effective Date of Exemption: April 24, 2013.