એકત્ર ગ્રંથસાર
ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી (વૃદ્ધ માણસ અને સમુદ્ર) (લેખક: અર્નેસ્ટ હેમિંગ્વે)
એ સુટેબલ બોય (લેખક: વિક્રમ સેઠ)
વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ (લેખક: ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ)
ધ સ્ટ્રેન્જર (લેખક: આલ્બર્ટ કામુ)
નૉર્વેજિયન વૂડ (લેખક: હારુકી મુરાકામી)
ડૉક્ટર ઝિવાગો (લેખક: બોરિસ પાસ્તરનાક)
મિડનાઇટ્સ ચિલ્ડ્રન (લેખક: સલમાન રશ્દી)
ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ (અપરાધ અને દંડ) (લેખક: ફ્યોદોર દોસ્તોયેવસ્કી)
વૉર એન્ડ પીસ (યુદ્ધ અને શાંતિ) (લેખક: લિયો ટૉલ્સટૉય)
ઇલિયાડ (લેખક: હોમર)
ડોન ક્વિકઝોટ (લેખક: મિગ્યુએલ ડી સર્વાંટીસ)
બિલવ્ડ (લેખક: ટોની મોરિસન)
યુલિસિસ (લેખક: જેમ્સ જોયસ)
ચેમ્મીન (લેખક: થકાઝી શિવશંકર પિલ્લઈ)
બ્લાઇન્ડનેસ (લેખક: જોસે સારામાગો)
એનિમલ ફાર્મ (લેખક: જ્યોર્જ ઓરવેલ)
ડેથ ઇન વેનિસ (લેખક: થોમસ મેન)
ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (લેખક: એરિચ મારિયા રેમાર્ક)
ટુ કિલ અ મોકિંગબર્ડ (લેખક: હાર્પર લી)
અન્ના કારેનીના (લેખક: લિયો ટૉલ્સટૉય)
પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ (લેખક: જેન ઓસ્ટેન)
ધ ગ્રેટ ગેટ્સબી (લેખક: એફ. સ્કોટ ફિટ્ઝગેરાલ્ડ)
ટુ ધ લાઇટહાઉસ (લેખક: વર્જિનિયા વુલ્ફ)
કન્વીનિયન્સ સ્ટોર વુમન (લેખક: સાયાકા મુરાતા)
ધ બુક થીફ (લેખક: માર્કસ ઝુસાક)
ધ ગ્રેપ્સ ઓફ રેટ (લેખક: જોન સ્ટેઇનબેક)
ધ અનબેરેબલ લાઇટનેસ ઓફ બીઇંગ (લેખક: મિલન કુંડેરા)
ગોન વિથ ધ વિન્ડ (લેખક: માર્ગારેટ મિશેલ)
ગ્રેટ એક્સપેક્ટેશન્સ (લેખક: ચાર્લ્સ ડિકન્સ)
ધ બ્રધર્સ કારામાઝોવ (લેખક: ફ્યોદોર દોસ્તોયેવસ્કી)
એ ટેલ ઓફ ટુ સિટીઝ (લેખક: ચાર્લ્સ ડિકન્સ)
ધ ટ્રાયલ (લેખક: ફ્રાન્ઝ કાફકા)
ધ અંડરગ્રાઉન્ડ રેલરોડ (લેખક: કોલ્સન વ્હાઇટહેડ)
ધ સેટેનિક વર્સીસ (લેખક: સલમાન રશ્દી)
કેચ-૨૨ (લેખક: જોસેફ હેલર)
નાઇન્ટીન એઇટી-ફોર (૧૯૮૪) (લેખક: જ્યોર્જ ઓરવેલ)
માય નેમ ઇઝ રેડ (લેખક: ઓરહાન પામુક)
ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ (લેખક: અરુંધતી રોય)
ધ વિન્ડ-અપ બર્ડ ક્રોનિકલ (લેખક: હારુકી મુરાકામી)
ટ્રેન ટુ પાકિસ્તાન (લેખક: ખુશવંત સિંહ)
ગ્રંથસાર — વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં
એકત્ર ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ, વાચકો અને સાહિત્યપ્રેમીઓ માટે વિશ્વભરની પ્રખ્યાત નવલકથાઓ અને પુસ્તકોના હૃદયસ્પર્શી સારાંશને ગુજરાતી ઓડિયો–વીડિયો દ્વારા જીવંત કરવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે. ‘ગ્રંથસાર’ એ વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો ગુજરાતીમાં શ્રાવ્ય સાર (ઓડિયો સમરી) છે. હવે વિશ્વના મહાન લેખકોની કલમે લખાયેલી ઉત્તમ વાર્તાઓનો ઊંડો અનુભવ કરી શકાશે અને તે પણ આપણી ભાષા ગુજરાતીમાં!
સાહિત્ય અને સંસ્કૃતિ માટે ઊંડો પ્રેમ હોવા છતાં ભાષા અને સમયની અડચણને કારણે વિશ્વસાહિત્યના અનુભવથી વંચિત રહેવું પડે છે. પણ હવે, આધુનિક AI ટૅક્નૉલૉજીની મદદથી, આપણી પાસે વિશ્વની મહાન કૃતિઓના સારાંશ મોટા પાયે તૈયાર કરવાની અને તેમને આપણી પોતાની ભાષામાં સાંભળી શકવાની શક્યતાઓ ઊભી થઈ છે. તેથી સાહિત્ય વધુ સુલભ અને પ્રસ્તુત બનશે. જેમને પુસ્તકો વાંચવાનો સમય નથી મળતો અથવા જેઓ નવી રીતે સાહિત્યનો અનુભવ કરવા માંગે છે, તેમના માટે આ એક તક છે. ‘ગ્રંથસાર’નો હેતુ એ છે કે વિશ્વભરના ઉત્તમ સાહિત્યની સુવાસ ગુજરાતી ભાષામાં વધુને વધુ લોકો સુધી પહોંચે અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બને.
આ આગાઉ આપણાં ઘણાં લેખકોએ વિશ્વ સાહિત્યનો અનુવાદ અને પરિચય આપ્યો જ છે. પણ આ પ્રયોગ 7–8મિનિટના ગુજરાતી ઓડિયો–વીડિયો દ્વારા નવી પેઢીના સાહિત્યપ્રેમીઓને મૂળ પુસ્તકના પ્રવેશ માટેની એક નાની બારી બની શકે છે. આ પહેલનો હેતુ વિદ્વાનો કે સાહિત્યકારો માટે નથી; પણ ઓડિયો દ્વારા પુસ્તકોની દુનિયા સાથે જોડાવા માંગતા, પ્રખ્યાત પુસ્તકોની રોમાંચક વાર્તાઓ જાણવા ઉત્સુક ગુજરાતી વાચકો માટે છે. અહીં સાહિત્યના વિદ્યાર્થીઓ માટે ટૂંકમાં પુસ્તક, લેખક, પાત્રો, શૈલી અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતોનો પણ સમાવેશ થાય છે. વિશ્વસાહિત્યની સાથે ભારતીય અન્ય ભાષાઓની કૃતિઓનો પરિચય પણ મેળવીશું. ટૉલ્સટૉયથી ટાગોર અને માર્ક્વેઝથી મુનશી, સૌની વાર્તાઓ ગુજરાતીમાં સાંભળીએ. તમે પણ નામ સૂચવી શકો છો.
તો આવો, ‘ગ્રંથસાર’ના આ પહેલા ગુચ્છની નવલકથાઓનો સારાંશ સાંભળીએ અને આપણી સાહિત્યયાત્રાને વધુ સમૃદ્ધ બનાવીએ.