Author: અમિતાભ મડિયા

અમિતાભ મડિયા

અમિતાભ ચુનીલાલ મડિયાનો જન્મ ૧૯૬૪ના ઑગસ્ટની આઠમીએ મુંબઈમાં થયો હતો. તેમનો ઉછેર અને શાલેય અભ્યાસ અમદાવાદમાં થયો. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમ. (૧૯૮૫) થયા પછી ૧૯૯૦માં તે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં જોડાયા. અહીંથી ચિત્રકલામાં બી. એ. ફાઇન (૧૯૯૪) તથા કલાઇતિહાસમાં એમ. એ. ફાઇન (૧૯૯૬) થયા. ૧૯૯૬થી અમદાવાદ આવી વસવાટ શરૂ કર્યો અને એ જ વર્ષે ગુજરાતી વિશ્વકોશના સંપાદકમંડળમાં કલા (ચિત્ર-શિલ્પ) તથા સૌંદર્યશાસ્ત્રના સંપાદક તરીકે જોડાયા. ઉપરાંત તેમનું ચિત્ર-સર્જન પણ ચાલુ છે. અત્યાર સુધીમાં તેમણે અમદાવાદમાં વૈયક્તિક ધોરણે આઠ ચિત્રપ્રદર્શનો કર્યાં છે. ચિત્રો આલેખવા માટે અમિતાભને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની સ્કૉલરશિપ (૧૯૯૭) તથા ભારત સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ કલ્ચરની જુનિયર ફેલોશિપ (૧૯૯૯) મળી છે. ૨૦૧૭થી ગાંધીનગર ખાતેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ડિઝાઇનમાં કલા-ઇતિહાસ ભણાવે છે.

અમિતાભે કલાકારોનાં જીવનચરિત્રો પુસ્તકો રૂપે લખ્યાં છે : 'લિયોનાર્દો-દ-વિન્ચી અને માઇકેલેન્જેલો બુનારોતી' (૨૦૦૩), 'મોત્સાર્ટ અને બીથોવન' (૨૦૦૫) તથા 'કૅન્વાસની પેલે પાર'(૨૦૦૬). અમિતાભે ઉમાશંકર જોશી અંગેની પોતાની સ્મૃતિઓનું પુસ્તક (memories) 'અમારા દાદાજી ઉમાશંકર' (૧૯૯૯) લખ્યું છે. ઉપરાંત હાલ ગુજરાતી સાહિત્ય અકાદમીના પુસ્તક-પ્રકાશન માટે ચુનીલાલ મડિયા(૧૯૨૨-૧૯૬૮)ના સમગ્ર સાહિત્યના સંકલન-સંપાદનની ફરજ અદા કરે છે.

Searching...

Navigate
Select
Close