Author: પ્રશાંત પટેલ

પ્રશાંત પટેલ

ડૉ. પ્રશાંત પટેલ (જ. ૩૧-૦૧-૧૯૮૬) ગુજરાતી ભાષા અને લોકસાહિત્યના પ્રતિષ્ઠિત અધ્યાપક, સંશોધક, વિવેચક અને સંપાદક તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ., એમ.ફિલ. તથા ‘મધ્ય ગુજરાતનાં લોકગીતો : એક અભ્યાસ’ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. છેલ્લા સત્તર વર્ષથી વધુ સમયથી તેઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અધ્યાપન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ અને સરકારી કોલેજ, દમણમાં અધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ તેમણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરમાં ગુજરાતી વિષયના પ્રોફેસર તથા શિક્ષણ કેન્દ્રના નિયામક તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. હાલમાં તેઓ એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ (ઓટોનોમસ), આણંદના આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. વિવિધ યુનિવર્સિટીઓના બોર્ડ ઑફ સ્ટડીઝના અધ્યક્ષ અને સભ્ય, વિભાગાધ્યક્ષ તેમજ અનેક શૈક્ષણિક પરિષદોના સભ્ય તરીકે તેમણે મહત્વપૂર્ણ વહીવટી અને શૈક્ષણિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય અને બાળસાહિત્ય ક્ષેત્રે તેમના ચૌદથી વધુ ગ્રંથો તથા અનેક સંશોધનલેખો પ્રકાશિત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના લોકસાહિત્યવિષયક ગ્રંથોને શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર તેમજ યુવાગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સંશોધનપત્રો રજૂ કરવા ઉપરાંત અનેક વ્યાખ્યાનો, સંપાદકીય પ્રવૃત્તિઓ અને સંશોધનકાર્ય દ્વારા તેમણે ગુજરાતી ભાષા, લોકસંસ્કૃતિ અને સાહિત્યના અભ્યાસને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

Searching...

Navigate
Select
Close