રાઘવ ભરવાડ
ડૉ. રાઘવ એચ. ભરવાડ, એમ. એસ. યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરામાંથી બી. એ. અને એમ. એ. ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી એમ. ફિલ.ની પદવી મેળવી છે. ઉપરાંત યુ.જી.સી. દ્વારા લેવાતી નેટની પરીક્ષા પણ JRF સાથે પાસ કરી છે. એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રૉ. રાજેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ “ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત ‘સરસ્વતીચંદ્ર'ના વિવેચનો : સમીક્ષાત્મક અભ્યાસ” શીર્ષકથી Ph.D. કર્યું છે. Ph.D. ના આ મહાશોધનિબંધ માટે નવેમ્બર, ૨૦૨૩ માં ‘ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક' એનાયત કરવામાં આવ્યું છે. સાથે સાથે એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ૨ વર્ષ સેવા આપી છે. અને ૨૦૨૪ થી ડી. એમ. પટેલ આર્ટ્સ એન્ડ એસ. એસ. પટેલ કોમર્સ કૉલેજ, ઓડમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમની પાસેથી ‘ક્ષિતિજ : સામયિક સૂચિ' નામનું પુસ્તક મળે છે, ઉપરાંત ‘વાણી' સમયિકની સૂચિ તૈયાર કરી છે, બંને એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થઈ છે. વિવિધ સામયિક અને પુસ્તકોમાં તેમના ૨૧ જેટલા આસ્વાદ-સંશોધનના લેખો પ્રકાશિત થયા છે. નવલકથા, ટૂંકી વાર્તા, વિવેચનમાં વિશેષ રુચિ છે.