Author: યોગેશ પટેલ

યોગેશ પટેલ

યોગેશ પટેલ (જન્મ : ૧૨-૦૯-૧૯૮૩) અનુસ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં એમને સરદાર પટેલ યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પણ મળેલો છે. આણંદની એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજના એમના અધ્યાપનકાળ દરમ્યાન એમણે અનેક સાહિત્યિક આયોજનોમાં ખંતપૂર્વક ભાગ લીધો છે. આયોજનોમાં સક્રિય રહ્યા છે. એમણે પ્રશાંત પટેલ સાથે મળીને મહીસાગર-પંચમહાલ જિલ્લાના પાટીદારોમાં ગવાતા લગ્નગીતો ‘ફળની વેરાએ ઊડીલો લઈ ગયો’ નામનું સંપાદન પણ આપ્યું છે. જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. તેમની પાસેથી ‘ઉશનસૂની સૉનેટ કવિતામાં પ્રકૃતિ નિરૂપણ', 'મણિલાલ હ. પટેલ વ્યક્તિત્વ અને વાંગમય' નામે વિવેચનનું તેમજ ‘ભારતીય નાટ્ય સાહિત્ય', 'પ્રતિપદા : અનુઆધુનિક ગુજરાતી કવિતા', ‘પંખીઓ ગાય છે', 'ભારતીય નાટ્યસાહિત્ય', 'શબ્દના મલકમાં-ભાગ ૧ અને ૨', 'માટી મલક ને મોલ' જેવાં સંપાદનો પણ મળ્યા છે. આ ઉપરાંત થોડો સમય તેમણે ‘કંઠસંપદા' નામના લોકવિદ્યાના સામયિકના સંપાદનનું કાર્ય સંભાળ્યું હતું. હાલ તેઓ ઉત્તર ગુજરાતની શ્રીમતી આર. એમ. પ્રજાપતિ આર્ટ્સ કૉલેજ, સતલાસણામાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે.

Searching...

Navigate
Select
Close