Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ


વિભાગ : સંદર્ભસાહિત્ય

પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રે ફ્રાન્સ, અમેરિકા, ગ્રેટ બ્રિટન, ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની અને ભારતની યુનિવર્સિટીઓ દ્વારા પીએચ.ડી. તથા અન્ય ઉચ્ચસ્તરીય પદવીઓ માટે સ્વીકૃત ૩૪૪ મહાનિબંધોની વર્ગીકૃત માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આ સૂચિ મહાનિબંધોની વિષય પસંદગીની બાબતમાં થતાં પુનરાવર્તનો પર પણ પ્રકાશ પાડે છે. દા. ત. સ્વયંભૂકૃત, “પઉમચરિયુ” અને તુલસીકૃત રામચરિત માનસના તુલનાત્મક અધ્યયન વિશે આગ્રા, બિહાર, મુંબઈ અને મેરઠ યુનિવર્સિટી દ્વારા ચાર વ્યક્તિઓએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવેલી છે. વિષયવર્ગીકરણ માટે દશાંશ પદ્ધતિની અઢારમી આવૃત્તિને મહદંશે અનુસરવામાં આવી છે. ૭૯ પૃષ્ઠો ધરાવતી આ પુસ્તિકામાં મહાનિબંધોની વર્ગીકૃત સૂચિ ઉપરાંત, શોધકર્તા સૂચિ, વિષયસૂચિ અને યુનિવર્સિટી દીઠ મહાનિબંધોની સંખ્યાસૂચિ આપવામાં આવેલી છે. પીએચ.ડી. ક્ષેત્રે કામ કરવા ઇચ્છનારા તેમ જ કરી રહેલાઓને આ યાદી ઉપયોગી થાય તેવી છે.

– કનુભાઈ શાહ

'ગુજરાતી સંદર્ભગ્રંથો' પુસ્તકમાંથી સાભાર

પ્રકાશ વેગડ

પ્રકાશ વેગડ

વધુ જાણો

પ્રકાશ વેગડનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close