ઈ.સ.ની ૨૦૦૦ની સાલમાં ભોગીલાલ સાંડેસરા સંપાદિત-સંશોધિત ‘પંચતંત્ર’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. આ ગ્રંથની માંગ વાર્તારસિયા અને વાર્તા સંશોધનના સંખ્યાબંધ ચાહકોએ મારી પાસે વારંવાર કરી હતી.

ગુજરાતી સાહિત્યના ઇતિહાસ અને સાહિત્યકોશ -૧, ૨, ૩ના પ્રકાશન પછી ‘પંચતંત્ર’નો જ પ્રકાશન માટે ક્રમ હતો. પરંતુ ભાવિના ગર્ભમાં કંઈ જુદું વિધાન હોય છે એમ ‘પંચતંત્ર’ વાચકોના હાથના ટેરવે-ડીજીટલરૂપે પહેલા મૂકીએ છીએ.

‘પંચતંત્ર’ માનવડહાપણની વાર્તાઓનો આકારગ્રંથ છે. આ વાર્તાઓ બોધપ્રધાન છે. અહીં જટિલ મનુષ્યસ્વભાવનાં અનંત પસાંઓ કલામય રીતે પ્રગટ્યાં છે. વ્યાવહારિક ડહાપણ અને વ્યવહારના સૂત્રો હસ્તામલકવત કરાવતો આ ગ્રંથ વિશ્વ સાહિત્યના મહાન ગ્રંથોની જેમ સમૃદ્ધ અને પ્રેરક પણ છે. સાંડેસરાસાહેબની ચેતનાને વંદન અને એમના પુણ્યસ્મરણ સાથે સૌ વાચકો સમક્ષ સાદર પ્રસ્તુત કરીએ છીએ.

કીર્તિદા શાહ, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ

ભોગીલાલ સાંડેસરા

ભોગીલાલ સાંડેસરા

વધુ જાણો

ભોગીલાલ સાંડેસરાનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close