મારી ચૂંટેલી રચનાઓનું પુસ્તક ઋણાનુબંધ કરતાં મને અત્યંત આનંદ થાય છે. આ વિચારનું બીજ રોપવા માટે હું એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલનો આભાર માનું છું, અતુલભાઈએ બીજ રોપ્યું એટલું જ નહીં પણ ઇ-બુક કરવાની જવાબદારી લીધી અને આજે વાચકો સમક્ષ આ પુસ્તક રજૂ થઈ રહ્યું છે.

મારા દસ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. આ સમગ્ર સંગ્રહો ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ના શીર્ષકો નીચે બે ભાગમાં ૨૦૧૭માં ઇમેજ પબ્લિકેશન્સે પ્રગટ કર્યા. આ સમગ્ર કવિતામાંથી ચયનરૂપે આ પુસ્તક પ્રગટ થાય છે. પન્નાવિશેષ અથવા પન્નાની કવિતાનો અર્ક આપવાનો આ પ્રયાસ છે.

‘ફ્લેમિન્ગો’ વાર્તાસંગ્રહમાંથી અને પછી જે છૂટીછવાયી વાર્તાઓ થઈ એમાંથી પણ થોડી આ ચયનમાં લીધી છે. છેલ્લાં પંદર વીસ વરસો દરમિયાન લખાયેલા લેખો/નિબંધો/પ્રવચનોમાંથી કેટલાક આ પુસ્તકમાં સમાવ્યા છે.

અહીં મારા ગીતોની સંગીતમય રજૂઆત પણ સાંભળવા મળશે.

કેવળ કવિતાને કારણે આરંભથી મારામાં રસ લેનાર સુરેશ દલાલ, આજે સ્મૃતિશેષ છે. એની કવિતાપ્રીતિ અને નિષ્ઠા સુવિદિત છે. આજે એમનું સ્મરણ કરતાં આંખો ભીની થાય છે. આ ડિજિટલ પુસ્તક જોઈને એ ખૂબ રાજી થયા હોત.

– પન્ના નાયક

પન્ના નાયક

પન્ના નાયક

વધુ જાણો

પન્ના નાયકનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close