Author: વિમલ વ. દવે

વિમલ વ. દવે

વિમલ વ. દવે આમ તો અર્થશાસ્ત્રના અનુસ્નાતક તેમજ કાયદો તથા પર્સોનલ મેનેજમેન્ટની પદવી સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાના ફેલો મેમ્બર. ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-૧ તથા ૨ની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ સ્થાને આવ્યા બાદ અંગત કારણોસર સરકારી નોકરી છોડી અને કોર્પોરેટ સેક્ટરમાં જોડાયા. સપ્ટેમ્બર, ૨૦૦૭માં ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમમાંથી કંપની સેક્રેટરી અને ચીફ એડવાઈઝર (લીગલ)ના પદેથી નિવૃત્ત થયા. આમ વ્યવસાયે તો સાહિત્યના માણસ નહીં, પરંતુ ઘરમાં સાહિત્ય તેમજ અધ્યાત્મનું ઉત્તમ વાતાવરણ એમને મળ્યું. સાંઈ મકરન્દ દવે એમના કાકા, તો પ્રસિદ્ધ કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમના માસા થાય. પિતા વસંતભાઈ આઈ.એ.એસ. અધિકારી હતા પરંતુ પૂરા સાહિત્યરસિક તથા અધ્યાત્મ માર્ગના સાચા પ્રવાસી, તો માતા કાન્તાબહેનને તો મકરન્દભાઈએ એમના કાવ્યારંભના દિવસોમાં ગુરુપદે સ્થાપેલા. રામકૃષ્ણ-વિવેકાનંદનું સાહિત્ય તેમજ રમણ મહર્ષિના સાહિત્યનું એમણે આકંઠ પાન કર્યું તથા વર્ષોથી શ્રી રામકૃષ્ણ આશ્રમ તેમજ રમણાશ્રમ સાથે ભાવસંબંધથી જોડાયેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનષદો તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અભ્યાસ સમર્થ આચાર્યો સ્વામી દયાનંદજી, સ્વામી વિદિતાત્માનંદજી અને સ્વામી સુબોધાનંદજી પાસે લગભગ પચીસ વર્ષ કરવાનું સદભાગ્ય એમને મળ્યું. હાલમાં વિમલભાઈ નંદિગ્રામમાં ટ્રસ્ટી છે તથા નંદિગ્રામમાં આનંદમયી આશ્રમ, ભીમપુરા તથા અન્ય સ્થળોએ વેદાંત ગ્રંથોની સહચિન્તન શિબિરો તથા વેદાંતના ઓનલાઇન વર્ગોમાં કાર્યરત છે.

Searching...

Navigate
Select
Close