ઉમાશંકર જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’
– મણિલાલ હ. પટેલ
અનંતરાય રાવળ
અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ.
તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા.
ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા.
તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.
– દર્શના ધોળકિયા
ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લનાં અન્ય પુસ્તકો
-
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ (૧૧૫૦–૧૪૫૦)
સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨ ખંડ : ૧ (૧૪૫૦–૧૬૫૦)
સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨ ખંડ : ૨ (૧૬૫૦–૧૮૫૦)
સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૩ (દલપતરામથી કલાપી)
સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨ ખંડ : ૧ (૧૪૫૦–૧૬૫૦)
સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ
-
-
-
ઇબુક
ગ્રંથ અને ગ્રંથકાર
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૨ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
સંપાદક: પારુલ કંદર્પ દેસાઈ
-
-