ચન્દ્રકાન્ત ટોપીવાળા
ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા.
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.
અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.
—રમણલાલ જોશી
(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)
રમેશ ર. દવે
રમેશ ર. દવેનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં થયો હતો. તેઓ ચુડા તાલુકાના (સુરેન્દ્રનગર) નાગનેશ ગામના વતની છે. તેમની માતાનું નામ અનુબહેન અને પિતાનું નામ રતિલાલ દવે છે. તેમના માતા સણોસરા(ભાવનગર)માં શિક્ષિકા હતાં, આથી તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું. માધ્યમિક શિક્ષણ તેમણે પોતાના મામા મનુભાઈ પંચોળી ‘દર્શક’ પાસે ‘ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા’ આંબલા ખાતેથી પ્રાપ્ત કર્યું. ૧૯૬૮માં તેમણે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતેથી હિન્દી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી અને ૧૯૭૨માં આ જ વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. ચીમનલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ’એ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી. તેમની અધ્યાપન-કાર્યની યાદી પણ પણ વિવિધતાસભર છે. તેમણે સાવરકુંડલા, ગઢડા (સ્વામિના) અને માલપરાની હાઈસ્કૂલમાં ભણાવ્યું છે. ૧૯૭૨થી ૧૯૭૫ સુધી મ્યુનિસિપાલિટીની શાળઓના સુપરવાઇઝર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી વડિયા કૉલેજમાં ભણાવ્યું. ૧૯૮૧થી ૨૦૦૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્યકોશના અધિકરણ લેખક તરીકે ફરજ બજાવી. અમદાવાદમાં આવ્યા પછી ત્યાંનું સાહિત્યિક વાતાવરણ તેમના માટે ઉપકારક રહ્યું. વળી જયંત કોઠારી અને રઘુવીર ચૌધરીનો સતત સત્સંગ તેમના વિવેચન અને સર્જનને પોષતો રહ્યો. ૧૯૯૭થી પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે ચારેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું છે. ૧૯૯૭થી ૨૦૦૨નાં વર્ષોમાં તેમણે ‘પરબ’ના સંપાદક તરીકે પણ કાર્યનિષ્ઠ ભૂમિકા ભજવી છે. કિશોરવયથી જ વિપુલ વાચન અને કહેવાયેલી કે સાંભળેલી વાતને પોતાની રીતે કહેવાની કે મઠારીને લખવાની મથામણમાં રહેતા આ લેખકને એમાંથી જ વિવેચન સાંપડ્યું. વિવેચનની દૃષ્ટિ એ પ્રવૃત્તિથી કે સ્વભાવમાંથી આવી. તેમનું તર્કશાસ્ત્ર ભારે આકરું. કોઈ પણ વાતને પહેલા તર્કના ત્રાજવે તોલે. તર્કને સાહિત્યિક રમણીયતાની સરાણે ચડાવાની એમની જિદ્દે જ એમને લખતો કર્યો હશે એવું તેઓ માને છે. અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચાલતી ‘પાક્ષિકી’ નામની વાર્તા પઠનની પ્રવૃત્તિ શરૂ કરનાર રમેશ ર. દવે છે. આ પ્રવૃત્તિ ખાસ કરીને નવોદિત વાર્તાકારોને લાભદાયી નીવડી છે. વાર્તાશિબિરોમાં એમણે અનેક વાર્તાકારોને ટૂંકીવાર્તાની ગુરુચાવી બતાવી છે. વાર્તા માટેની તેમની નિસબતને કારણે જ રઘુવીર ચૌધરી જેવા સાક્ષર તેમને ‘વાર્તાગુરુ’ના નામથી ઓળખે છે. રમેશ ર. દવે હાલ અમદાવાદ ખાતે રહે છે.
– માવજી મહેશ્વરી
ચન્દ્રકાન્ત ટોપીવાળા, રમેશ ર. દવેનાં અન્ય પુસ્તકો
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૫ (૧૮૯૫–૧૯૩૫) ગાંધીયુગીન – અનુગાંધીયુગીન કવિઓ
સંપાદકો: પારુલ કંદર્પ દેસાઈ, રમેશ ર. દવે
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૬ (૧૮૯૫–૧૯૩૫) ગાંધીયુગીન – અનુગાંધીયુગીન ગદ્યસર્જકો
સંપાદકો: પારુલ કંદર્પ દેસાઈ, રમેશ ર. દવે
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૭ (૧૯૧૦–૧૯૩૫) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૧
સંપાદકો: પારુલ કંદર્પ દેસાઈ, રમેશ ર. દવે
-
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
ઇબુક
ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું
સંપાદકો: કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૪ (ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી)
સંપાદકો: અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, યશવંત શુક્લ
-
-
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૩ (દલપતરામથી કલાપી)
સંપાદકો: અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, યશવંત શુક્લ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૧ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
સંપાદક: પારુલ કંદર્પ દેસાઈ