Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી

શ્રેણી સંપાદન: મણિલાલ હ પટેલ

વિભાગ : ટૂંકી વાર્તા

છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે.

આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી.

મણિલાલ હ પટેલ

મણિલાલ હ પટેલ

વધુ જાણો

મણિલાલ હ પટેલનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close