આ અછાંદસ કવિતા પણ ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે. ગુજરાતી કવિતામાં છંદોબદ્ધ દીર્ઘકાવ્યો મળે છે. એમ અછાંદાસ (લયમુક્ત અને મુક્તલયની કવિતા)માં પણ દીર્ઘકાવ્યો મળે છે. આ ડિજિટલ સંપાદનમાં ‘અછાંદસ’ ઊર્મિકાવ્યો સમાવ્યાં છે.
અનુગાંધીયુગ અને એ પછીના કાળમાં ‘અછાંદસ’ કવિતા વધુ ધ્યાન ખેંચે છે. છેક ૧૯૫૦ આસપાસથી લઈને છેક ૨૦૨૨ સુધીના ‘અછાંદસ’ કાવ્યોમાંથી અહીં (૧૦૦-૧૨૫) સો-સવાસોથી વધુ કાવ્યો સમાવ્યાં છે. હજી વધુ કાવ્યો સુધી જઈ શકાય... પણ ક્યાંક તો અટકવું પડે!
સંપાદનના આરંભે ‘અછંદાસ’ કવિતાના રૂપ-સ્વરૂપને સમજવાનો અને એ કવિતાપ્રવાહનો પરિચય આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. એટલે એ વિશે વિશેષ કહેવાનું થતું નથી.
સૌ કવિઓએ (એમનાં સ્વજનોએ) કાવ્યકૃતિઓ લેવાની-સમાવવાની સંમતિ આપી છે – એ સહુનો આભાર.
– સંપાદકો
મણિલાલ હ પટેલ
મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.
ગિરીશ ચૌધરી
ગિરીશ ડી. ચૌધરી ગુજરાતીના વ્યાખ્યાતા છે. તેઓએ ગુજરાતી ટૂંકી વાર્તા વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી છે. એમને આદિવાસી સાહિત્યમાં રસ છે ને એમણે એ દિશામાં સંશોધન-સંપાદન-લેખન કરેલું છે. હાલ તેઓ પેટલાદની શ્રી આર. કે. પરીખ આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવારત છે.
મણિલાલ હ પટેલ, ગિરીશ ચૌધરીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
ઇબુક
કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રાજેશ પંડ્યા | સંપાદક: મણિલાલ હ પટેલ
-
-
-
-
-
-
ઇબુક
મણિલાલ હ. પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મણિલાલ હ પટેલ | સંપાદક: અજય રાવલ
-
ઇબુક
માય ડિયર જયુની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: માય ડિયર જયુ | સંપાદક: ગિરીશ ચૌધરી
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
ઇબુક
રામચન્દ્ર પટેલની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રામચન્દ્ર પટેલ | સંપાદક: પ્રાગજીભાઈ ભામ્ભી
-
-
-
-
-
-
-
-
-
-
-
-