મણિલાલ હ પટેલ
મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.
અજય રાવલ
અજય રાવલ (૧૯૬૭) વિવેચક, સંપાદક છે.
રાજકોટના વતની. અજય રાવલનું શિક્ષણ જામનગર ડીકેવી કૉલેજમાં – શ્રી લાભશંકર પુરોહિત, શ્રી લાભશંકર રાવળ પાસે. – બી.એ. (૧૯૮૯) થયાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં બાહ્ય પરીક્ષાર્થી તરીકે એમ.એ. (૧૯૯૧) પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને થયાં. વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ડૉ. નરેશ વેદસાહેબનાં માર્ગદર્શનમાં ‘નવલકથામાં સમયસંદર્ભ અને સમયસંકલના’ વિષય પર શોધનિબંધ તૈયાર કરી પીએચ.ડી. (૧૯૯૮) થયા. ૧૯૯૧થી ૨૦૦૬ ઉમિયા આટ્ર્સ કૉલેજ ફોર ગર્લ્સ, સોલા, અમદાવાદમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવાઓ આપે છે.
બે વિવેચન સંગ્રહ ‘નવલકથામાં સમયસંદર્ભ અને સમયસંકલના’ (૨૦૦૨) અને ‘નિસબત’ (૨૦૦૩) ઉપરાંત ૨૦ જેટલા સંપાદનો પ્રકાશિત કર્યા છે.
૨૦૦૦-૨૦૦૧માં એચઆરડી મિનિસ્ટરી – ન્યુ દિલ્હીની જુનિયર રિસર્ચ ફેલોશીપ મળેલી છે. કે. કે. બિરલા ફાઉન્ડેશન, ન્યુ દિલ્હી દ્વારા અપાતો ‘સરસ્વતી સન્માન’ ઍવોર્ડના તેઓ ગુજરાતી ભાષા સમિતિના કન્વીનર છે તેમજ પશ્ચિમ સમિતિના સભ્ય છે.
મણિલાલ હ પટેલ, અજય રાવલનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
ઇબુક
કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રાજેશ પંડ્યા | સંપાદક: મણિલાલ હ પટેલ
-
-
-
-
-
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
ઇબુક
બિપિન પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: બિપિન પટેલ | સંપાદક: કિરીટ દૂધાત
-
-
-
-
-
-
ઇબુક
પન્ના ત્રિવેદીની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: પન્ના ત્રિવેદી | સંપાદક: સંધ્યા ભટ્ટ
-
-
-
-
-
-
-
-