Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

કોઈ ઘટમાં ગહેકે ઘેરું (ભાગ ૧)


વિભાગ : કવિતા

મકરન્દભાઈ એક સ્થિતિપ્રાપ્ત અધ્યાત્મપુરુષ હતા. આવી વ્યક્તિ જ્યારે કવિ પણ હોય ત્યારે એક અદ્ભુત ઘટના બને છે. તેના આધ્યાત્મિક દર્શન અને અનુભૂતિનો લાભ તેના સમકાલીન લોકો પૂરતો મર્યાદિત ન રહેતાં પેઢી દર પેઢી ઉપલબ્ધ બની રહે છે. કબીર, મીરા, સુરદાસ, તુલસીદાસજી, આપણાં નરસિંહ મહેતા જો કવિ પણ ન હોત તો એમની આધ્યાત્મિક અનુભૂતિઓનો લાભ આપણને આજ દિન પર્યંત ન જ મળતો હોત. કવિ શ્રી ઉશનસે એમની વિદાય પછી કહ્યું હતું કે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા પછી પોતાની સીધી આધ્યાત્મિક ઉપલબ્ધિઓને આધારે કાવ્યરચના કરનાર મકરન્દભાઈ કદાચ પહેલા કવિ છે. આથી તો સ્વામી આનંદે એમને સાંઈ કહ્યા. જો કે આવા અધ્યાત્મના કવિ સાંઈ મકરન્દ દવેનું કાવ્યવિશ્વ અધ્યાત્મ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્ય, સામાજિક વિષમતાઓ, પર્યાવરણ, રાજકારણમાં વ્યાપેલ દંભ વગેરે અનેક વિષયોમાં વિહરે છે. એમણે બાળકાવ્યો, લગ્નગીતો, લોકગીતનાં ઢાળમાં કાવ્યો તથા ગઝલોની પણ વિપુલ પ્રમાણમાં રચના કરી. સંસ્કૃત, બંગાળી તથા અંગ્રેજી ભાષાની રચનાઓના‌ એમના અનુવાદો પણ અદ્ભુત છે. એમનું આ વિપુલ કાવ્યસર્જન ત્રણ દળદાર ગ્રંથો 'કોઈ ઘટમાં ગહેકે ઘેરું'માં સમાવિષ્ટ છે.

– વિમલ વ. દવે

મકરન્દ દવે

મકરન્દ દવે

વધુ જાણો

મકરન્દ દવેનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close