પ્રહલાદ પારેખ
પ્રહલાદ પારેખ
(જ.૨૨, ઑક્ટોબર ૧૯૧૧ – અવ. ૨, જાન્યુઆરી ૧૯૬૨)
ગાંધી-વિચાર-સંવેદના ધરાવતી દક્ષિણામૂર્તિ શાળા (ભાવનગર)માં અભ્યાસ કરીને પછી ૧૯૩૦ની આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ કરનાર પ્રહલાદ પારેખની કવિતામાં ગાંધી-પ્રેરિત માનવ-કરુણા તો છે જ, પરંતુ એમની કવિતા સમાજ-અભિમુખ રહેવાને બદલે સૌંદર્ય-અભિમુખ બને છે –એ એનો વિશેષ છે. એમની ૨૨ની વયે ચાર વરસ એ શાંતિનિકેતનમાં, રવીદ્રનાથના સાન્નિધ્યમાં રહે છે, એ એમની કવિતાની દિશા બદલવામાં નિર્ણાયક બને છે. ત્યાંથી આવીને એ જીવનભર શિક્ષક રહે છે –પહેલાં ભાવનગરમાં પછી ઘણો વખત મુંબઈમાં. ત્યાં જ ૫0ની વયે એમનું અવસાન. એમનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ ‘બારી બહાર'. એ ઉપરાંત એમણે ‘સરવાણી' નામે ગીતસંગ્રહ આપ્યો. બાળકો માટે કાવ્યો અને વાર્તાઓ લખી. (જે અપ્રગટ છે.) એ ઉપરાંત એમણે ભાઈબહેનના શૈશવનું નિરૂપણ કરતી એક સળંગ ગદ્યકથા પણ પ્રકાશિત કરેલી.
(પરિચય - રમણ સોની)
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
પ્રહલાદ પારેખ, યોગેશ જોષી, ઊર્મિલા ઠાકરનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
-
-