કૃષ્ણલાલ શ્રીધરાણી
કૃષ્ણલાલ શ્રીધરાણી (1911-1960) ભાવનગર પાસેના ઉમરાળામાં જન્મેલા, દક્ષિણામૂર્તિ(ભાવનગર)માં કેળવાઈને કોલેજ-અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠમાં ગયેલા, ત્યાંથી શાંતિનિકેતન જઈને અંગ્રેજીમાં સ્નાતક થયેલા ને પછી અમેરિકા જઈને અર્થશાસ્ત્ર-સમાજશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર-પત્રકારત્વનું અધ્યયન કરી એમ.એ. પીએચ.ડી. થયેલા શ્રીધરાણી ગાંધીયુગીન તેમજ અનુ-ગાંધીયુગીન સમયગાળાના એક તેજસ્વી ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા. 49ની વયે દિલ્હીમાં, હૃદયરોગથી એમનું અવસાન થયેલું.
ઘણી નાની વયથી કાવ્ય-રચના કરનાર શ્રીધરાણીની, વિસ્મયની તાજપવાળી કલ્પનાશક્તિ, છંદ-લયની સુઘડતા અને પદાવલીની મધુરતાવાળી ‘પતંગિયું ને ચંબેલી’ જેવી કાવ્યરચનાઓએ આરંભકાળે જ ધ્યાન ખેંચેલું. એ જ રીતે, વિરૂપ વાસ્તવિકતાનું વ્યંગ-કટાક્ષકેન્દ્રી તિર્યક્ આલેખન, પદાવલીનું કરકરું પોત અને અરૂઢ કલ્પન-પ્રતીક-રચના ધરાવતી એમની ‘આઠમું દિલ્હી’ જેવી ઉત્તરકાલીન કવિતાએ પણ એમની આગવી મુદ્રા ઉપસાવેલી.
અખૂટ વિસ્મયની સાથે કઠોર નિર્ભ્રાન્તિ, સ્વપ્નિલ ભાવનાશીલતાની સાથે નવીન યુગબળોએ જગવેલી સંપ્રજ્ઞતા એમની કવિતાની જેમ એમનાં ‘વડલો’થી લઈને ‘મોરનાં ઈંડાં’ સુધીનાં નાટકોમાં પણ નિરૂપણ પામતાં રહ્યાં. એમણે ‘ઇન્સાન મિટા દૂંગા’ (ગુજરાતી) જેવી કેટલીક પ્રસંગલક્ષી વાર્તાઓ પણ લખેલી.
યુવાન વયે (1934-46) કરેલા વિદેશ-વસવાટે ઘણાં વર્ષ એમનું ગુજરાતી સાહિત્યલેખન અટકી રહેલું. પરદેશથી પાછા આવ્યા પછી સર્જક તરીકે એમની એક નવીન મુદ્રા ઊપસી. વિદેશમાં એમની એક મહત્ત્વની પ્રતિભા વિચારક-પત્રકારની રહી. એ શક્તિવિશેષ એમના કેટલાક અંગ્રેજી ગદ્યગ્રંથોમાં પ્રગટેલો છે. એમની અંગ્રેજી આત્મકથા ‘My India, My America’ વ્યક્તિ, પરિવાર, દેશ, વિશ્વ ને સંસ્કૃતિ-વિચારને વ્યાપક ફલક પર આલેખતી ધ્યાનાર્હ કૃતિ છે.
– રમણ સોની
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
કૃષ્ણલાલ શ્રીધરાણી, યોગેશ જોષી, ઊર્મિલા ઠાકરનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
ઇબુક
ભરત વિંઝુડાની ગઝલસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ભરત વિંઝુડા | સંપાદક: કેસર મકવાણા
-
-
-
-
-
-
-