રાવજી પટેલ
સર્જન કરવાની શક્તિ કેવી તો જન્મજાત હોય છે એનો એક દાખલો આપણા નવલકથાકાર પન્નાલાલ પટેલ છે તો બીજો એક દાખલો કવિ રાવજી છે – રાવજી છોટાલાલ પટેલ. જન્મ 15 નવેમ્બર 1939 અને, નાની વયે જ આ ઉત્તમ સર્જકનું અવસાન : 10 ઑગસ્ટ 1968.
ડાકોર પાસેના નાનકડા ગામ વલ્લવપુરામાં જન્મેલો આ સામાન્ય સ્થિતિનો ખેડૂત-પુત્ર અમદાવાદ આવ્યો, સ્કૂલમાં ભણ્યો, કૉલેજમાં બે વર્ષ ર્ક્યાં; નિર્વાહ માટે મીલમાં, પુસ્તકાલયમાં નાની-સરખી નોકરીઓ કરી. આ એક સંઘર્ષ, ને શહેરમાં ગામ-ખેતર તીવ્રતાથી યાદ આવ્યા કરે એ બીજો મનોસંઘર્ષ. રાવજીનાં સંવેદના ને ચેતના એટલાં તો વેગવાળાં કે ગુજરાતીના કવિઓની કવિતા વાંચતાં વાંચતાં જ કવિતાનું ઝરણું ફૂટયું – ને જોતજોતામાં રાવજી પટેલ તે સમયની આધુનિક કવિતાનો એક મહત્ત્વનો કવિ બની ગયો – અદમ્ય સર્જકશક્તિનો જાણે ચમત્કાર! ભણ્યો, વાંચ્યું, લખ્યું તે બધું જ તરવરાટથી ને વલવલાટથી – ઊંડે ડૂબકી મારીને. નાનપણના અપોષણને કારણે ક્ષય થયો, લાગણીની તીવ્રતાવાળા આ કવિએ એ ગણકાર્યું નહીં, રોગ વકરતો ગયો, એને હોસ્પિટલમાં દાખલ કરાયો – પણ એ બચ્યો નહીં. 30 વર્ષની નાની વયે આપણી વચ્ચેથી એ વિદાય થયો…
જીવ્યો એ દરમ્યાનમાં, કૃષિ-ચેતના તેમજ આધુનિક ચેતનાનાં ખેંચાણવાળી – લાગણી અને સમજના અદ્ભુત સમન્વયવાળી કવિતા લખી. અવસાન પછી એનો, કવિમિત્રોએ, સંગ્રહ કર્યો : 'અંગત’ (1970). એ ઉપરાંત બે નવલકથા લખી 'અશ્રુઘર’(1966) અને 'ઝંઝા’ (1967). વાર્તાઓ લખી – 'વૃત્તિ અને વાર્તા’ (1977). એક રોગગ્રસ્ત અશક્ત વ્યક્તિ, એક સશક્ત સર્જક.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
રાવજી પટેલ, યોગેશ જોષી, ઊર્મિલા ઠાકરનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
ઇબુક
નયન હ. દેસાઈની કાવ્યસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: નયન હ. દેસાઈ | સંપાદક: ધ્વનિલ પારેખ
-
-
-
-
-
-
-
ઇબુક
મનીષા જોષીની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: મનીષા જોષી | સંપાદક: પન્ના ત્રિવેદી
-
-
-
-
-
-